સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્ના જગત મંદિર દ્વારકાની મુલાકાતે પધાર્યા હતા જ્યાં તેઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. તેમજ નાગેશ્વર ખાતે પણ દર્શન કરી પુજન કર્યું હતું.. તેમની સાથે આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા ના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.એ.કડીવાલા, દ્વારકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એચ.શેઠ, દ્વારકાના પ્રિન્સીપાલ સિનિયર જજ એચ.જી.ડામોરા વગેરે જોડાયા હતા.
આ તકે મુખ્ય ન્યાયાધીશને જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. ડી.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા પાર્થ તલસાણીયા વગેરેએ આવકારી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.