Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહાશ...RBIએ કોઇ ડામ ન આપ્યો

હાશ…RBIએ કોઇ ડામ ન આપ્યો

રેપોરેટ યથાવત્, રિવર્સ રેપોમાં 40 બેઝિસ પોઇન્ટનો વધારો : ગ્રોથના અનુમાનમાં ઘટાડો, જયારે મોંઘવારી દરના અનુમાનમાં વધારો

- Advertisement -

દેશમાં ક્રુડતેલના ભાવવધારા અને યુક્રેન યુદ્ધના કારણે ઈંધણથી કોમોડીટીના સતત વધી રહેલા ભાવ અને ફુગાવાની વણસતી જતી સ્થિતિ વચ્ચે આજે રીઝર્વ બેન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી કરી સરકાર ફુગાવા કરતા વિકાસને વધુ પ્રાધાન્ય આપી રહી હોવાના સંકેત આપ્યા છે. બે દિવસની મોનીટરી પોલીસીની બેઠક બાદ આજે રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જાહેર કર્યુ હતું કે રેપો રેટ 4 ટકા યથાવત રખાયા છે.

- Advertisement -

અર્થતંત્રને હજું ટેકાની જરૂર છે પણ આરબીઆઈએ લીકવીડીટી મેનેજમેન્ટ, ફેસીલીટી ફરી દાખલ કરતા રીવર્સ રેપોરેટ જે દર પર બેન્કો રીઝર્વ બેન્કમાં તેના વધારાના નાણા મુકે છે તેમાં 40 બેઝીક પોઈન્ટનો વધારો કરીને સીસ્ટમમાં જે વધારાની લીકવીડીટી- નાણાકીય તરલતા છે તેને થોડી ટાઈટ કરવા પ્રયાસ કર્યા છે અને રીઝર્વ બેન્કને આશા છે કે બેન્કો તેના વધારાના નાણા રીઝર્વ બેન્કમાં મુકીને બજારમાંથી રોકડ ઓછી કરવા પ્રયાસ કરશે. શક્તિકાંતા દાસે જાહેર કર્યુ કે, ફુગાવો સમગ્ર વર્ષ દરમ્યાન થોડી વધઘટ સાથે 5.7 ટકા રહેવાની ધારણા છે. આગામી ત્રણ માસમાં ફુગાવો 6.3 ટકા થઈ શકે છે અને રીઝર્વ બેન્ક તે સ્થિતિ નિહાળીને પછી દ્વીમાસિક ધિરાણ નીતિમાં અલગ નિર્ણય લઈ શકે છે. આજે રીઝર્વ બેન્કનો નિર્ણય સહમતીથી લેવાય છે. રીઝર્વ બેન્કે ક્રુડતેલના ભાવ આ વર્ષમાં 100 ડોલર પ્રતિ બેરલ રહેશે તેવો અંદાજ મુકયો હતો પણ ખાદ્યતેલના ભાવ ઉંચા રહેવાનો અંદાજ દર્શાયો છે અને કોમોડીટીના ભાવ પણ ઉંચા રહેશે. દેશમાં રેપોરેટ છેલ્લે મે 2020માં ઘટાડાયા બાદ તે યથાવત રહ્યા છે. રીઝર્વ બેન્કના આ નિર્ણયથી હવે ધિરાણ હવે માર્કેટ આધારીત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular