Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકાર્ગો પ્લેનના બે ટુકડા

કાર્ગો પ્લેનના બે ટુકડા

- Advertisement -

મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા દેશમાં ગુરૂવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન વચ્ચેથી તૂટી ગયુ હતું જેના કારણે તેના 2 ટુકડા થઈ ગયા હતા. આ પ્લેન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે. જાણવા મળ્યા મુજબ ગુરૂવારે કોસ્ટા રિકાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ અકસ્માત થયો હતો. હકીકતમાં ઉઇંકના કાર્ગો પ્લેનમાં કોઈક યાંત્રિક સમસ્યા સર્જાઈ હતી અને ત્યારબાદ જુઆન સાંતા મારિયા એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના 2 ટુકડા થઈ ગયા હતાં.

- Advertisement -

રાહતની વાત એ હતી કે, તે પેસેન્જર પ્લેન નહીં પરંતુ કાર્ગો પ્લેન હતું. કાર્ગો પ્લેનમાં પેસેન્જર મુસાફરી નથી કરતા. તેમાં માલ કે સામાનની હેરાફેરી કરવામાં આવે છે. કાર્ગો પ્લેનમાં માત્ર 2 ક્રૂ મેમ્બર હતા જેમને ખાસ કોઈ હાનિ નથી પહોંચી. ઉપરાંત પાયલોટને પણ કોઈ મોટી ઈજા નથી પહોંચી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular