Saturday, December 6, 2025
Homeરાજ્યઠેબા ગામમાં નજીવી બાબતે માતા અને બે પુત્રી ઉપર હુમલો

ઠેબા ગામમાં નજીવી બાબતે માતા અને બે પુત્રી ઉપર હુમલો

અપશબ્દો બોલવાની ના પાડતા ચાર મહિલા સહિત છ શખ્સોએ લાકડી-પાઈપ વડે માર માર્યો : હુમલામાં મહિલા અને તેની બે પુત્રી ઘવાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી મહિલા અને તેની પુત્રી ઉપર અપશબ્દો બોલવાની ના પાડતા ચાર મહિલા સહિત છ શખ્સોએ લાકડી, પાઇપ વડે હુમલો કરી મકાનના બારીના કાચ તોડી નાખી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામમાં પીરના ઓટા પાસે રહેતા ખતીજાબેન રજાક આસાણી નામના મહિલાને અને નઝમાબેન ઈમરાન આસાણી નામની મહિલા સાથે છેલ્લાં અઢી વર્ષથી બોલવાનો વ્યવહાર ન હતો. દરમિયાન ગુરૂવારે બપોરના સમયે નઝમાબેન અપશબ્દો બોલતા બોલતા નિકળ્યા ત્યારે ખતીજાબેને અપશબ્દો બોલવાી ના પાડી હતી. ત્યારબાદ થોડા સમય પછી નઝમાબેન આસાણી, રેશ્મા ઈસુબ શેખ, જરીનાબેન રફિક, રજિયાબેન સલીમ, ઈમરાન સલીમ આસાણી, ઈસુબ મામદ શેખ નામના છ શખ્સોએ એક સંપ કરી ફતિજાબેનને અપશબ્દો બોલી વાળ પકડી ઢીકાપાટુનો અને લાકડી વડે માર માર્યો હતો તેમજ ખતીજાબેનની પુત્રી સાજમા અને આસ્મા ઉપર લાકડી અને પાઈપ વડે માર માર્યો હતો તેમજ છ શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કરી મહિલાના મકાનના બારીઓના કાચ તોડી નાખ્યા હતાં. બનાવની ખતીજાબેન દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે ચાર મહિલા સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular