Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કર્મચારીનગર ખાતે આયોજિત ભાગવત સપ્તાહનો લાભ લેતા નગરજનો

જામનગરમાં કર્મચારીનગર ખાતે આયોજિત ભાગવત સપ્તાહનો લાભ લેતા નગરજનો

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નિગમ નિર્માણ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ., મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. જામનગર તથા પંચાયતનગર એજ્યુ. એન્ડ સોશ્યલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના નેજા હેઠળ તા. 2 થી 9 એપ્રિલ દરમિયાન વિશ્ર્વ કલ્યાણ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી ગુરૂસ્વામી સ.ગુ.કો. ગોવિંદપ્રસાદદાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે.

- Advertisement -

આજરોજ આ કથામાં શ્રીકૃષ્ણ બલરામ બાળ ચરિત્ર તેમજ માખણલીલા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ ભાગવત સપ્તાહમાં જામનગરની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનોનો લાભ લઇ રહી છે. આજરોજ જામનગર શહેર ભાજપાના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી ઉપરાંત રમેશભાઈ કંસારા સહિતના અગ્રણીઓ આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રણેય સંસ્થાના ચેરમેન/પ્રમુખ/મેનેજિંગ ડાયરેકટર દેવેન્દ્રસિંહ પરમાર સહિતના હોદ્ેદારો તથા કાર્યકરો ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular