સુરતના કતારગામ વિસ્તાર માંથી વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે સર્કલ પર ટર્ન લીધો અને સ્ટીયરીંગ લોક થઇ જતા કાબુ ગુમાવતા જીપ સીધી રોંગ સાઈડમાં ઘુસી જઇ દીવાલમાં અથડાઈ હતી. ત્યાં બાજુમાં જ ઉભેલા ત્રણ યુવકોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
#Surat #CCTV #Videonews #Khabargujarat
સુરતના કતારગામ વિસ્તારમાં જીપે ટર્ન લેતી વખતે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં જઇ દીવાલમાં ઘુસી ગઈ
દીવાલની બાજુમાં ઉભેલા ત્રણ યુવકોનો આબાદ બચાવ pic.twitter.com/bgqnlyW2BW
— Khabar Gujarat (@khabargujarat) April 7, 2022
સુરતના કતારગામ વિસ્તારમાં ગત મોડી રાતના રોજ આ બનાવ બન્યો હતો. ગાડીનો અકસ્માતનો ધડાકાભેર અવાજ સ્થાનિક લોકો સાંભળતાં જ દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક ગાડીમાં રહેલા ડ્રાઈવર સહિત અન્ય બે લોકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી.