ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ મોદી સરકારના વખાણ કર્યા છે. એક અહેવાલમાં IMFએ કહ્યું છે કે, ભારતે કોરોનામાં ખાદ્ય સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા ગરીબીમાં વધારાના જોખમને ખૂબ સારી રીતે સંભાળ્યું છે. IMFના નવા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં 2019માં ગરીબી 1 ટકાથી ઓછી છે અને તે મહામારી વર્ષ 2020 દરમિયાન પણ તે સ્તરે રહી છે. અન્ન સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારતમાં અતિશય ગરીબીના સ્તરમાં કોઈપણ વધારાને રોકવા માટે નિમિત્ત બની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પહેલીવાર ગરીબી અને અસમાનતા પર ફૂડ સબસિડીની અસર પડી છે. ઈંખઋના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, PMGKAY ભારતમાં અતિશય ગરીબીના સ્તરમાં કોઈપણ વધારાને રોકવા માટે મહત્વપૂર્ણ તો હતી પરંતુ તે ગરીબોને કોરોનાને કારણે થતી આવકની ખોટ સહન કરવાની શક્તિ આપવા માટે પણ શાનદાર રહી. અહેવાલમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન ખાદ્ય પાત્રતા બમણી કરાઇ હતી, જેનાથી નીચલા વર્ગને ફાયદો થયો હતો.