જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી ચોરીના બનાવો ઘણાં સમયથી વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ ભરબપોરના સમયે દુકાનની બહાર ઓટલા પર રાખેલા 200 નંગ તમાકુના ડબલાની અજાણ્યો તસ્કર ચોરી કરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગે્રઈન માર્કેટમાં તથા અન્ય વિસ્તારમાં ચોરીના બનાવો છેલ્લાં થોડાક સમયથી વધી ગયા છે. દરમિયાન 10 દિવસ પૂર્વે બપોરના બે થી અઢી વાગ્યાના સમય દરમિયાન ગે્રઈન માર્કેટ ચેમ્બર હોલ રોડ પર આર.જે. ટે્રડીંગ નામની તમાકુના જથ્થાબંધી વેપારીની દુકાન બહાર ઓટલા ઉપર રૂા.49,680 ની કિંમતના 200 નંગ બાગબાન તમાકુના ડબલા એક બોકસમાં રાખ્યા હતાં. જે માત્ર 30 મિનિટના સમય દરમિયાન કોઇ અજાણ્યો તસ્કર આ તમાકુના ડબલા ભરેલુું બોકસ ચોરી કરીને લઇ ગયો હતો. ત્યારબાદ આ અંગે શિવમ પરેશભાઈ જાની દ્વારા જાણ કરાતા એએસઆઈ એચ.એમ. ચાવડા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જો કે સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, તમાકુના ડબલા ચોરી કરનાર તસ્કર હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.