Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમંદિરમાં ચોરી કરવા ચોરે દીવાલમાં બાકોરું પાડ્યું અને પોતે જ તેમાં ફસાઈ...

મંદિરમાં ચોરી કરવા ચોરે દીવાલમાં બાકોરું પાડ્યું અને પોતે જ તેમાં ફસાઈ ગયો, જુઓ VIDEO

એક મંદિરમાંથી ઘરેણાની ચોરી કરવા માટે ચોરે દીવાલમાં બાકોરું પાડ્યું હતું અને બાદમાં મંદિર માંથી દાગીનાની ચોરી કરી બાકોરા માંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન ચોર તેમાં ફસાઈ ગયો અને બુમાબુમ કરી દીધી હતી. આ ઘટના અંગે જાણ થતા લોકો ત્યાં દોડી ગયા અને ચોરને પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના મંદિર માંથી ચોર ચોરી કર્યા બાદ બાકોરામાં ફસાઇ ગયો હતો અને તેના હાથ માંથી ચોરીના દાગીના પણ પડી ગયા હતા. આ મામલે પોલીસનું કહેવું છે કે મંગળવારે તેણે મંદિરની એક નાની બારી તોડી નાંખી હતી. ત્યારબાદ ભગવાનની મૂર્તિ અને સોનાના દાગીના લૂંટી લીધા અને દોડતી વખતે બારીના કાણામાં ફસાઈ ગયા અને ભાગી શક્યા નહોતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular