અમુક વખત જીવના જોખમે કામ કરવા જતા ધાર્યું ન હોય તેવું પરિણામ આવતું હોય છે. આવી જ એક ઘટના સુરત માંથી સામે આવી છે. જેમાં અંબાજી રોડ ખાતે મોડી રાત્રે બે યુવકો ગટરમાં ઉતર્યા હતા. આ વિસ્તારમાં સોનાના દાગીનાઓ બનાવવાનું કામ મોટે પાયે થાય છે. જેના અમુક અંશો ગટરમાંથી કાઢવા માટે બે યુવકો મોડી રાત્રે ગટરમાં ઉતર્યા હતા અને બાદમાં બન્ને બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
સુરતના અંબાજી રોડ ખાતે મોટા પાયે સોનાના દાગીનાઓ બનાવવાનું કામ થાય છે. અને સોનાના અમુક અંશો ગટરમાંથી શોધવા યુવકો ગટરમાં ઉતર્યા હતા. અને માટી કાઢતી વખતે ગુંગળામણ થતાં શ્વાસ લેવામાં તકલીફ થતાં ફાયરની ટીમને કોલ આવતા રાત્રીના 3વાગ્યા આસપાસ બન્ને યુવકને ગટર માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યા બન્નેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
આ વિસ્તારમાં સોનાના ઘરેણા બનાવવાના કારખાનાઓ આવેલા હોવાથી અમુક વખત સોનાનો વેસ્ટ અને ડાયમંડ જેવી વસ્તુઓ ગટરમાં જતી હોય છે. જેની લાલચે આ બન્ને યુવકો ગટરમાં ઉતર્યા અને મોત મળ્યું છે.