Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મહિલાની છેડતી કરી તેણીના પતિને લમધાર્યો

જામનગર શહેરમાં મહિલાની છેડતી કરી તેણીના પતિને લમધાર્યો

છેડતી સંદર્ભે ઠપકો આપતા ઢીકાપાટુનો માર માર્યો : મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો : પોલીસ દ્વારા શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં વુલનમીલ પાછળ આવેલી આનંદ સોસાયટીમાં મંદિરે દર્શન કરી મહિલા દુકાને પરત ફરતી હતી ત્યારે એક શખ્સે ચૂંદડી પકડી ઝપાઝપી કરી અને મહિલાના પતિને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના ઉનાવ જિલ્લાના વતની અને જામનગર શહેરમાં વુલનમીલ પાછળ આવેલી આનંદ સોસાયટીમાં રહેતી મહિલા સોમવારે સાંજના સમયે શંકર ભગવાનના મંદિરેથી આરતી કરી તેની દુકાન તરફ આવતી હતી ત્યારે સોનુ નામના શખ્સે પાછળ-પાછળ આવીને મહિલાની ચૂંદડી પકડી તેની સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન મહિલાના પતિએ સોનુને ‘મારી પત્નીને કેમ હેરાન કરશ ?’ તેવો ઠપકો આપતા સોનુએ ઉશ્કેરાઈને મહિલાના પતિને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

ત્યારબાદ મહિલાએ આ બનાવ અંગે જાણ કરતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે સોનુ નામના શખ્સ વિરૂધ્ધ છેડતી અને હુમલાનો તથા ધમકી આપ્યાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular