Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયધીરજ અને સંયમનું શ્રેષ્ઠ ઉદાહરણ: મજૂરે 8 વર્ષ સુધી સિક્કા ભેગા કર્યા...

ધીરજ અને સંયમનું શ્રેષ્ઠ ઉદાહરણ: મજૂરે 8 વર્ષ સુધી સિક્કા ભેગા કર્યા બાદમાં…

- Advertisement -

આસામના ગુવાહાટીમાં રહેતા એક મજૂરે 8વર્ષ સુધી 1 થી 1૦ રૂપિયાના સિક્કાઓ ભેગા કર્યા અને બાદમાં પોતે સ્કુટી ખરીદી હતી. ઉપેન રોય નામનો વ્યક્તિ 2014 થી રૂ. 1, રૂ. 2, રૂ. 5 અને રૂ. 10 ના સિક્કા બચાવી રહ્યો હતો કારણ કે તેણે હંમેશા ટુ-વ્હીલર રાખવાનું સપનું જોયું હતું. બાદમાં તેઓ પાસે દોઢ લાખ રૂપિયા ભેગા થયા અને પોતાનું સપનું પૂર્ણ કરી તેણે સફેદ કલરની સ્કુટી ખરીદી.

- Advertisement -

ફેબ્રુઆરીમાં, આસામના અન્ય એક વ્યક્તિએ સિક્કાઓની બચતનો ઉપયોગ કરીને નવું સ્કૂટર ખરીદ્યા પછી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા સર્જી હતી. બારપેટા જિલ્લાના સ્ટેશનરી દુકાનદારે મહિનાઓ સુધી પૈસા બચાવ્યા અને સિક્કાઓથી ભરેલી થેલી લઈને શો રૂમમાં ગયો અને બાદમાં સ્કુટર ખરીદ્યું હતું.

- Advertisement -

કેટલાક સ્વપ્ન એવા હોય છે જે પુરા કરતાં વર્ષો નીકળી જાય છે. અને તેના માટે ધીરજ અને સંયમની જરૂર હોય છે. જે ગુવાહટીમાં રહેતા આ મજૂરે સાકાર કરી બતાવ્યું છે. આઠ વર્ષ સુધી સિક્કા ભેગા કર્યા બાદ તેનું સ્વપ્ન પૂરું થયું છે. જે અન્ય માટે પણ પ્રેરણાદાયક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular