Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર ફિઝિયોથેરાપી એસો.ના હોદેદારોની વરણી

જામનગર ફિઝિયોથેરાપી એસો.ના હોદેદારોની વરણી

ડિગ્રી વગરના ડોકટરની જાણ થાય તો જનતાએ એસો.ને જાણ કરવી

- Advertisement -

જામનગર ફિઝિયોથેરાપી એસો. (જેપીએ)ના સભ્યોની બેઠક તાજેતરમાં ડો. દિનેશ સોરાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં આગામી દિવસોમાં એસોસિએશનની કામગીરીની ભૂમિકા શું રહેશે. તબીબી ક્ષેત્રમાં આવશ્યક સાયન્ટિફિક જ્ઞાનમાં વધારો કરવા, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતની બાબતો ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જાહેરજિનતા માટે ફિઝિયોથેરાપી અંગે જાગૃતિ લાવવા, ફિઝિયોથેરાપીથી મટતા રોગોની જાણકારી, શરીરની સંભાળ, તા. 8 સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી તથા ફ્રી કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

- Advertisement -

આ બેઠકમાં વર્ષ 2022 માટે એસો.ના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સહમતિથી પ્રમુખપદે ડો. ધૈર્ય ચોટાઇ, ઉપપ્રમુખપદે ડો. પ્રિયંકા પટેલ, સેક્રેટરી તરીકે ડો. અબ્બાસઅલી સૈયદ, ખજાનચી તરીકે ડો. આશુતોષ ભટ્ટ તથા જોઇન્ટ સેક્રેટરી અને જોઇન્ટ ખજાનચી તરીકે અનુક્રમે ડો. માધવ કોટેચા, ડો. યશ ટાંક ઉપરાંત સલાહકાર સમિતિમાં ડો. જીગીશા બુચ, ડો. દિનેશ સોરાણી, ડો. રાહુલ કોટેચા, ડો. હર્ષિત મેતા, ડો. ચિરાગ બાબરીયા, ડો. પૂર્વી વ્યાસ, ડો. પૂનમબ ધમસાણીયાની વરણી કરાઇ હતી.

એસોસિએશન દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, જામનગર શહેરમાં અમુક ગેરકાયદેસર (ડિગ્રી વગરના) લોકો પોતે ફિઝિયોથેરાપીસ્ટ છે. એવા દાવો કરી દર્દીઓને સારવાર આપે છે. આ રીતે કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતાં અને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં લોકોની સામે એસો. કાયદાકીય પગલાં લેવા કટિબધ્ધ છે. જામનગરની જનતાને ફિઝિયોથેરાપીસ્ટ સેવા લેતા હો ત્યારે અથવા લેવાના હોય તો ડોકટરની લાયકાતની ખાતરી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ www.gscpt.in પર અચુક ચકાસણી કરી લેવી કોઇ ગેરલાયક ડિગ્રી વગરના ફિઝિયોથેરાપીસ્ટ વિશે જામનગરના એસોસિએશનના કોઇપણ સભ્યને જાણ કરવી. જેથી પગલા લઇ શકાય તેમ અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular