Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના અને નારીશક્તિ સન્માન કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના અને નારીશક્તિ સન્માન કાર્યક્રમ યોજાયો

- Advertisement -
ખંભાળિયા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અહીંના બી.આર.સી. ભવન ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માતૃ શક્તિ વંદનાના આ કાર્યક્રમ અંતર્ગત અહીંના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ 25 શિક્ષિકાઓને સન્માન પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નવનિયુક્ત અધ્યક્ષ ઘેલુભાઈ છુછર  અને મહામંત્રી ભોલાભાઈ કરમુરને  ફૂલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગઈકાલે મંગળવારે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં રાજ્ય કારોબારી સદસ્ય રામભાઈ ખુંટી, જિલ્લા મહિલા અધ્યક્ષ કિરણબેન સરપદડિયા, જિલ્લા મહિલા મહામંત્રી સપનાબેન કાનાણી અને જિલ્લા અધ્યક્ષ ઘેલુભાઈ છુછર દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વેજાણંદભાઈ માડમ, મહામંત્રી લખમણભાઈ ભોચિયા, જિલ્લા મહિલા મંત્રી સપનાબેન કાનાણી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સમગ્ર ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ કણઝારીયાએ અને આભાર દર્શન મહામંત્રી લખમણભાઈ ભોચીયાએ કર્યું હતું. ખંભાળિયા તાલુકાના શિક્ષક ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular