દિલ્હી હાઇકોર્ટે યમુના નગરના હાથી પુનર્વસન કેન્દ્રમાંથી એક માદા હાથીને જામનગર સ્થાનાંતરિત કરવા દિલ્હી સરકારને આદેશ કર્યો છે. 15 એપ્રિલ સુધીમાં આ માદા હાથીને જામનગર સ્થિત મોટી ખાવડી મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. હાથીની યોગ્ય દેખરેખ કરવામાં નિષ્ફળ તેના માલિકો પાસેથી દિલ્હી સરકાર દ્વારા આ હાથીનો કબ્જો લઇ તેને યમુના નગર હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલી આપ્યો હતો.
માદા હાથી મોતીના કબ્જા માટે તેના મુળ માલિકના પુત્ર ફારૂખખાન દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અંગે દિલ્હી હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, તેના માલિક પાસે હાથીની યોગ્ય જાળવણી અને તેના ચારા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિણામે 4 વર્ષ બાદ હાઇકોર્ટે હાથીને જામનગર સ્થાંળતરિત કરવા દિલ્હી સરકારને આદેશ કર્યો હતો. જામનગરમાં મોટી ખાવડી પાસે જંગલી પ્રાણીઓ માટે 400 એકર જેટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ હોવાને કારણે આ હાથીમાટે તે વધુ સારું રહેઠાંણ બની રહેશે.