વડોદરામાં અલકાપૂરી રોડ ઉપર ગટરમાં થયેલાં ગેસ લિકેજને કારણે આગ ભભૂકી હતી.
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, આગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડી પણ આગની લપેટમાં આવી ગઇ હતી. જોકે, બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો.