ઉનાળાની શરૂઆત સાથે ગૃહિણીઓ દ્વારા મસાલા, વેફર સહિતની ચીજવસ્તુઓ બનાવવાનો પ્રારંભ થઇ ચૂકયો છે.
સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં બાર મહિનાના મસાલા તેમજ વેફર સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. આકરા તાપ વચ્ચે ગૃહિણીઓ દ્વારા બટાટા, સાબુદાણા, ટમેટા સાબુદાણા, ખમણ સહિતની વેફરો ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ચલાવી તેમાં મહિલા મંડળ સાથે વિવિધ પ્રકારની વેફર તથા ખમણ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે. હજૂ આગામી દિવસોમાં તડકો વધતાં ગૃહિણીઓ દ્વારા વિવિધ પ્રકારની ખમણ બનાવવામાં આવશે.