ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના નેહરુ રોડ વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ પોતાની મિલકત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામે કરી છે. આ અંગે મહિલા દ્વારા કોર્ટમાં વસિયતનામું રજૂ કરવામાં આવ્યું હતું. વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે તેમના પરિવારે દેશની આઝાદીથી લઈને આજ સુધી હંમેશા આગળ વધીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી, બંનેએ આ દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપ્યું. આવી સ્થિતિમાં તે રાહુલ ગાંધીને પોતાની પ્રોપર્ટી માટે સૌથી યોગ્ય માને છે.
ઉત્તરાખંડ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા પ્રીતમ સિંહે પુષ્પા મુંજિયાલના પગલાની પ્રશંસા કરી હતી. પ્રીતમ સિંહે કહ્યું કે મહિલાને કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે ઊંડો લગાવ છે, જેના કારણે તેણે પોતાની સંપત્તિ રાહુલ ગાંધીને આપવાનો કરવાનો નિર્ણય લીધો.
મહિલાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે, તેથી તે પોતાની મિલકત રાહુલ ગાંધીના નામે આપી રહી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની મિલકત અને 10 તોલા સોનું સામેલ છે.