મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા સાથે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નં. 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી સવારે 10.00 વાગ્યે ઉપડશે, રાજકોટતે જ દિવસે બપોરે 14.45 વાગ્યે આવશે અને બીજા દિવસે સવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. આ ટ્રેન 19 એપ્રિલથી 14 જૂન, 2022 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લા થી દર બુધવારે બપોરે 13.20 કલાકે ઉપડશે અને રાજકોટ બીજા દિવસે સવારે 09.00 કલાકે અને 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલથી 15 જૂન, 2022 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધી નગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09523નું બુકિંગ 4 એપ્રિલ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.