Friday, December 13, 2024
Homeરાજ્યગુજરાત108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલા કર્મયોગીઓનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માન

108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલા કર્મયોગીઓનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માન

- Advertisement -

GVK EMRI દ્વારા બીજી એપ્રિલને દર વર્ષે સમગ્ર દેશમાં ઇ.એમ.ટી. દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ ઉજવણીનો હેતુ 108 ના ઇ.એમ.ટી. કર્મીઓને પ્રોત્સાહિત કરવાનો છે.જેમાં કર્મીઓને સન્માનિત કરી તેઓની સેવાને પ્રશસ્તિ પત્ર તેમજ ભેટ આપી બિરડદાવવામાં આવે છે.

- Advertisement -

જે અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, સી.ડી.એચ.ઓ. ભારતીબેન ધોળકિયા, ઇ.એમ.ઓ. મણવરના હસ્તે ઇ.એમ.ટી. કર્મીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને તેઓની સેવાને બિરદાવી આગામી સમયમાં પણ તેઓ વધુ શ્રેષ્ઠ કામગીરી કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં બે પાયલોટ, એક ઈ.એમ.ટી., બે કેપ્ટન, બે મોબાઈલ હેલ્થ યુનિટને પોતાની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં GVk EMRI 108 ના પ્રોગ્રામ મેનેજર બીપીનભાઈ ભેટારીયા, જિલ્લા અધિકારી જયદેવસિંહ જાડેજા, પ્રતીક જાદવ તથા 108 સેવાનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 108 ના કર્મીઓએ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સમક્ષ 108 એમ્બ્યુલન્સની કાર્ય પ્રણાલી તેમજ તેમાં ઉપયોગમાં લેવાતાં સાધનોનું ડેમોસ્ટ્રેશન રજૂ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular