Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહઠીલા કોરોનાનું નવું ચેપી વેરિએન્ટ મળ્યું

હઠીલા કોરોનાનું નવું ચેપી વેરિએન્ટ મળ્યું

ઓમિકોન કરતાં 10 ગણું વધુ ચેપી હોવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો દાવો

કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ વેરિઅન્ટ એકસઇ ઓમિક્રોનના સબવેરિયન્ટ બીએ-2 કરતાં લગભગ 10 ગણું વધુ ચેપી હોય શકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આ અંગે ચિંતા વ્યકત કરી છે. એકસઇ એ ઓમિક્રોનના બે સબલાઇનેજ બીએ-1 અને બીએ-2 નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેઇન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તેના અહેવાલમાં કહ્યું છે કે, જયાં સુધી ટ્રાન્સમિશન રેટ અને રોગના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર જોવા નહીં મળે ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડીને જોવામાં આવશે.

- Advertisement -

અહેવાલ મુજબ, તેનો સમુદાય વૃદ્ધિ દર કરતા 10 ટકા વધુ હોવાનું સૂચવવામાં આવ્યું છે. જો કે, આની પુષ્ટિ કરવા માટે ડેટાની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે સબ-વેરિઅન્ટ હવે વિશ્ર્વ માટે સૌથી મોટી ચિંતા બની ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular