જામનગર શહેરમાં ખુલ્લા ફાટક પાસે દશામાંના મંદિર નજીકથી પસાર થતાં યુવાનને બે શખ્સોએ આંતરીને લાકડાંના ધોકા વડે અને ઢિકા-પાટુંનો મારમારી રોકડ અને મોબાઇલની લુંટ ચલાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી સોનલનગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો અનીલ રામજી મોભેરા નામનો યુવાન બપોરના સમયે ખુલ્લા ફાટક પાસે દશામાં ના મંદિર નજીકથી પસાર થતો હતો ત્યારે ધનજી ઉર્ફે ધનયો અને અજાણયા સહિતના બે શખ્સોએ આંતરીને પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ અનીલ ઉપર ઢીકા-પાટું અને લાકડાના ધોકા વડે હુમલો કરી તેની પાસે રહેલો રૂા.3000ની કિંમતનો મોબાઇલ અને રૂા.4650ની રોકડ મળી કુલ રૂા.7650ની માલમતાની લુંટ ચલાવી નાશી ગયા હતાં. બાદમાં બનાવ અંગેની જાણ કરતાં પીએસઆઇ વી.એ.પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ લુંટનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.