જામનગર શહેર અને જિલ્લામાં શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ લઇને આજે બન્નેના કર્મચારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા કાળી પટ્ટી બાંધવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.
આજે જામનગર શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે શિક્ષકો તથા આરોગ્ય કર્મચારીઓ તેઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં અને તેઓએ જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા અને કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતાં. જામનગર શહેર ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે સરકાર તાત્કાલિક નિર્ણય કરી નિરાકરણ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.