Friday, January 3, 2025
Homeરાષ્ટ્રીયLPG ગેસ સીલીન્ડરમાં 250 નો વધારો !

LPG ગેસ સીલીન્ડરમાં 250 નો વધારો !

- Advertisement -

આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે.સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC)એ આ વખતે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. એક જ ઝાટકે LPG ગેસની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એલપીજી ગેસના ભાવમાં આ વધારો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- Advertisement -

 

મર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારાને કારણે રેસ્ટોરાં કે હોટલમાં ખાવાનું મોંઘું થઈ શકે છે. જણાવી દઈએ કે, 22 માર્ચ 2022ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો હતો.

- Advertisement -

 

હવે 19 કિલોના એલપીજી સિલિન્ડર રીફિલ કરાવવા માટે 2253 રૂપિયા ખર્ચવા પડશે. મુંબઈમાં 1955ને બદલે 2205 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે ચેન્નાઈમાં 2138 રૂપિયાના બદલે 2406 રૂપિયા ચૂકવવા પડશે. દેશમાં આ સાથે મોંઘવારી હવે વ્યાપક બની ગઈ છે અને પેટ્રોલ-ડિઝલના ભાવ આવશ્યક તમામ ચીજોના ભાવમાં મોટો વધારો કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular