જામનગર સહિત રાજ્યભરમાં ઉનાળાની આકરી ગરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. ત્યારે ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવવા માટે સ્વિમીંગ પુલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. ત્યારે જામનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ સંકુલમાં આવેલ સ્વિમીંગ પુલમાં લોકો ધુબાકા મારી રહ્યાં છે. હજૂ ઉનાળાની શરુઆત હોય, આકરો તાપ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વિમીંગ પુલ લોકોની પસંદ બનતી જઇ રહી છે. કોરોના મહામારીના કારણે સ્વિમીંગ પુલ બંધ રહ્યા બાદ હવે શરુ થતાં લોકો ઉનાળાની ગરમીમાં ન્હાવાનો અને સ્વિમીંગ શીખવાનો આનંદ લેશે. કાળઝાળ ગરમીમાં ન્હાવાની મજા માણી સ્વિમીંગ પુલમાં ધુબાકા મારવાની ઇચ્છા કોને પસંદ ન હોય? ત્યારે જામ્યુકોના સ્વિમીંગ પુલમાં હજૂ આગામી સમયમાં ભારે ભીડ જામશે.


