Sunday, January 5, 2025
Homeરાજ્યખંભાળિયાના પરિણીત મહિલાનું ગેસની ઝાળે દાઝી જતાં મૃત્યુ

ખંભાળિયાના પરિણીત મહિલાનું ગેસની ઝાળે દાઝી જતાં મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના દખણાદા બારામાં રહેતાં મહિલા તેના ઘરે ગેસ ચાલુ કરવા માટે દિવાસળી સળગાવતા ગેસ લીકેજીંગના કારણે ભડકો થતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા જયેન્દ્રસિંહ તોગાજી જાડેજાના પત્નિ હિનાબા (ઉ.વ. 30) ગત તા. 24 મી ના રોજ પોતાના ઘરે રસોડામાં રસોઈ બનાવતી વખતે ગેસ ચાલુ કરવા દીવાસળી સળગાવતા ગેસનો પાઈપ લીક થતાં થયેલા ભડકાના કારણે તેણી આખા શરીરે દાઝી ગઇ હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં વઘુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ ગોવુભા મનુભા સોઢા દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular