Tuesday, December 24, 2024
Homeરાજ્યRSPL ઘડી વિરૂધ્ધ ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે શાંતિ યજ્ઞ કરી સ્થાનિકો દ્વારા...

RSPL ઘડી વિરૂધ્ધ ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે શાંતિ યજ્ઞ કરી સ્થાનિકો દ્વારા વિરોધ

- Advertisement -

કુરંગા પાસે આવેલ RSPL ઘડી કંપની વિરુધ્ધ સ્થાનિકોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસે પણ યથાવત રહ્યો છે. આજે વિવિધ અગ્રણીઓ દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત લઈ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું ખેડૂતો એ સતત છઠ્ઠા દિવસે આજે પરમ પૂજ્ય સંત સુરજગીરીના આશીર્વાદ મેળવી શાંતિ યજ્ઞ ઉપવાસ છાવણીમાં કર્યો હતો ઉપવાસ છાવણીમાં આજે જવતલ ની આહુતિ આપી મહિલાઓ બેરોજગારો તેમજ ખેડૂતોએ મંત્રોચ્ચાર સાથે તંત્રને જગાડવા કંપનીને સદબુદ્ધિ આપે તેવા હેતુથી આજે શાંતિ યજ્ઞનું આયોજન કરી નવતર વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -

કુરંગા RSPL ઘડી કંપની વિરુધ્ધ ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે અગ્રણીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લઈ આ આંદોલનનને સમર્થન આપી સરકાર સુધી આ રજુઆત પહોંચાડવાની વાત ઉચ્ચારી હતી સાથે વિધાનસભા ગૃહમાં પણ સ્થાનિકોના પ્રશ્નોને ઉઠાવશે પ્રદુષણ, રોજગારી, અસમાન વેતન સહિતની બાબતોને લઈ સ્થાનિકોએ  RSPL  ઘડી કંપનીના ગેઇટ સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે ત્યારે આ ઉપવાસ આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે ત્યારે આ આંદોલનને પ્રચંડ જન સમર્થન આસપાસના ગામોનું પણ મળી રહ્યું છે ત્યારે વિશાળ સંખ્યામાં ઉપવાસ છાવણીમાં મુલાકાત લઈ સ્થાનિકો સાથે ચર્ચા કરી આ આંદોલનને સમર્થન આપ્યું હતું ત્યારે રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે તંત્ર દ્વારા સ્થાનિકોને જલ્દી ન્યાય મળે તેવી માંગ અગ્રણીઓએ ઉચ્ચારી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular