ત્રિકોણબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં રહેલા વાહનો ડીટેઇન કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન એક યુવકનું નો પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈક ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ યુવક ત્યાં પહોચતા બાઈક પરત આપી દેવા વિનંતી કરી હતી. પરંતુ ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને નિયમનાં ભંગ બદલ દંડ ભરીને બાઈક છોડાવવા માટે જણાવ્યું હતું.
માટે યુવક રોષે ભરાયો હતો અને ટોઈંગ વાનની સામે રસ્તા પર જ યુવક સુઈ ગયો હતો અને કા તો મારું બાઈક આપો ka તો ગાડી માથે ચડાવી દો ની બુમો પાડવા લાગ્યો હતો. જેના પરિણામે અનેક લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં ટ્રાફિક પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#Rajkot #viralvideo #Khabargujarat
ત્રિકોણબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક યુવકનું બાઈક ડીટેઇન કરવામાં આવતા ટોઈંગ વાનની સામે સુઈ ગયો
રોષે ભરાયેલા યુવકે કહ્યું ka તો બાઈક આપો કા તો ગાડી માથે ફેરવી દો
વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/wMZVqut7UR
— Khabar Gujarat (@khabargujarat) March 31, 2022