જામનગરમાં કચ્છી લોહાણા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 2 એપ્રિલના રોજ દરિયાલાલ જયંતિ પાટોત્સવ દિન તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવશે.
તા. 2 એપ્રિલના રોજ દરિયાલાલ જયંતિ નિમિત્તે રાત્રીના આઠ વાગ્યે પંચેશ્ર્વર ટાવર પાસે આવેલી જામનગર લોહાણા મહાજન વાડી મહાઆરતી કરવામાં આવશે, અને ત્યાર પછી રાત્રીના 8:30 વાગ્યે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આરતી પ્રસંગે ઉડેરોલાલ ના ભજન તથા ભારાણો માં બહેનોને ખાસ ઉપસ્થિત રહેવા કચ્છી લોહાણા મિત્ર મંડળની યાદીમાં જણાવાયુ છે. જામનગર કચ્છી લોહાણા મિત્ર મંડળના સંયોજક રામભાઈ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.