દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ભાડથર ગામમાં રહેતાં મહિલાએ તેના ઘર નજીક ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા લખમાબેન વજાભાઈ રૂડાચ છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતા હોય અને તેમના તામસી સ્વભાવ વચ્ચે તેમણે મધરાત્રિના સમયે પોતાના ઘર પાસે આવેલા કુવા કાંઠે આવેલા ઝાડ પર નાળો બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની જાણ ગાંગાભાઈ કાળાભાઈ રૂડાચે અહીંની પોલીસને કરી છે.