Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 1માં ભાગ્યલક્ષ્મી ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ

વોર્ડ નં. 1માં ભાગ્યલક્ષ્મી ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ

ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું કેમ્પમાં આયોજન : સ્ટે. ચેરમેન ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાના લક્ષ્ય સાથે આયુષ્યમાન અંતર્ગત PMJAY-MA યોજનાનો લાભ આપવાનો પ્રારંભ વોર્ડ નં.1માં મોમાઈ માતાજી ગરબી મંડળ, પાંચમી ચાલી, બેડેશ્વર વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

આયુષ્યમાન અંતર્ગત PMJAY-MA યોજનાનો પ્રારંભ ધારાસભ્ય હકુભા જાડેજાની સાથે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા, શહેર ભાજપ મંત્રી પરેશભાઈ દોમડીયાની ઉપસ્થિતીમાં કરાયો હતો. આયુષ્યમાન કાર્ડ સાથે-સાથે ઈ-શ્રમ કાર્ડ યોજનાના કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, દેશનો છેવાડાનો માનવી આરોગ્ય સેવાથી વંચીત ન રહી જાય અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને ધરઆંગણે લાભ મળી રહે તેવા હેતુસર આયુષ્યમાન કાર્ડ સાથે ઈ-શ્રમ કાર્ડ આપવાના કેમ્પનો પ્રારંભ થયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય-પિરવાર કલ્યાણના મંત્રી ૠષિકેશભાઈ પટેલ દ્વારા જે અભિયાન આયુષ્યમાન કાર્ડ પહોંચાડવાનું હાથ ધરાયું છે તેમાં જામનગર-78 વિધાનસભાના વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ યોજના અંગે જાણકારી આપી હતી અને આ યોજના અમલમાં મુક્વા બદલ ગુજરાત સરકારના મુખ્યમંત્રીઅને આરોગ્ય અને પિરવાર કલ્યાણ મંત્રીનો આભાર માન્યો હતો.

- Advertisement -

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયાએ ધારાસભ્ય હકુભા જાડેજાની આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કેમ્પના આયોજન કાર્યને બિરદાવ્યું હતું. આ કેમ્પમાં આ વિસ્તારના વોર્ડ પ્રમુખ અકબરભાઈ કકલ, ઉપપ્રમુખ રાજભા જાડેજા, મહામંત્રી સંજયભાઈ રાજાણી, મહિલા મોરચાના પ્રમુખ ઉર્મિલાબેન ઉમરાણીયા, ઉપપ્રમુખ જાગૃતિબા જાડેજા, નવાગામઘેડ રાજપુત સમાજના આગેવાન દિલીપસિંહ જેઠવા, અનિલભાઈ બાબરીયા, સામાજિક કાર્યર્ક્તા અનવરભાઈ સંઘાર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિવ્યેશભાઈ સાંચલા તેમજ મોમાઈ માતાજી ગરબી મંડળના આગેવાનો અને આ વિસ્તારના કાર્યર્ક્તાઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular