Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયખાદ્યતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ 2700 !

ખાદ્યતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ 2700 !

- Advertisement -

સતત વધી રહેલી મોંઘવારીના પરિણામે લોકોનું બજેટ ખોરવાયુ છે. છેલ્લા ઘણા સમયથી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્યતેલ, શાકભાજી, કઠોળ, મરી મસાલાના ભાવ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. તો ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે.

- Advertisement -

ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યા છે. તો ફરી એક વખત સિંગતેલના ભાવમાં રૂ.30નો વધારો થતા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2700 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2650 થયો છે. જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજેટ સત્ર બાદ શરુ થયેલ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યમાં અત્યાર સુધીમાં ખાદ્યતેલના ભાવમાં કેટલો વધારો થયો તેના જવાબમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. જે મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં છૂટક સીંગતેલના ભાવમાં લિટરે 57 રુપિયાનો વધારો થયો છે. જયારે કપાસિયા તેલના 1 લિટરના ભાવમાં 65 રૂપિયાનો વધારો થયો છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોંઘવારી પર પડી રહી છે. જેના પરિણામે રાજ્યના ઘણા શહેરોમાં ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બેજટ ખોરવાયું છે. મધ્યમવર્ગને મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે.  વેપારીઓનું કહેવું છે કે યુદ્ધ યુદ્ધ આયાત અને નિકાસને અસર કરી રહ્યું છે, જેના કારણે તેલના ભાવમાં વધારો થયો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular