તા. 28 ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી મીટીંગ મળી હતી. જેમાં પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્ર્નો પરત્વે ચર્ચા અને આગામી કાર્યકમોની ચર્ચા થઈ હતી. આ કારોબારી મિટિંગમાં પ્રમુખ તરીકે ચંદ્રકાન્ત ખાખરીયાને સતત ત્રીજી ટર્મમાં બિનહરીફ અને મહામંત્રી તરીકે મનોજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષકનું અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાણ કરતા હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના પ્રશ્ર્નો દિલ્હી સુધી પહોંચશે.