Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબે દિવસનું ભારત બંધ, બેંક વ્યવહારો ખોરવાયા

બે દિવસનું ભારત બંધ, બેંક વ્યવહારો ખોરવાયા

કેન્દ્રની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોની હડતાળ : બંગાળમાં ડાબેરીઓ દ્વારા પ્રદર્શન : મહારાષ્ટ્રમાં મેસ્મા લાગુ : ખાનગીકરણ સામે રાષ્ટ્રિયકૃત્ત બેંકોના કર્મચારીઓ હડતાળ પર : રાજયમાં રપ હજાર કરોડના વ્યવહારો ખોરવાઇ જશે : એટીએમ 5ર પણ અસર પડવાની સંભાવના

- Advertisement -

ભારત સરકારની ખાનગીકરણ અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં દેશના જુદા-જુદા ટ્રેડ યુનિયનો દ્વારા આજથી બે દિવસ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ખાનગીકરણ સામે રાષ્ટ્રિયકૃત્ત બેંકોના કર્મચારીઓ પણ આજથી બે દિવસ હડતાળ પર ઉતરી ગયા છે. બેંક હડતાળને કારણે કરોડોના નાણાંકિય વ્યવહારો ખોરવાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. જામનગરમાં પણ રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી સૂત્રોચ્ચાર કર્યા હતા. એક અંદાજ મુજબ ગુજરાતમાં બેંક હડતાળને કારણે રપ હજાર કરોડના વ્યવહારો ખોરવાઇ જશે. જયારે ટ્રેડ યુનિયનોની હડતાળની અસર બંગાળ, કેરળમાં વિશેષ જોવા મળી રહી છે. જુદા-જુદા સરકારી સાહસોના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. દરમ્યાન મહારાષ્ટ્ર સરકારે હડતાળના એલાનને પગલે રાજયમાં મેસ્મા લાગુ કર્યો છે.

- Advertisement -

કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ભારત સરકારની નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે બંધનું એલાન આપવામાં આવ્યું છે. સોમવારે પશ્ચિમ બંગાળ, કેરળ સહિત કેટલાક રાજ્યોમાં બંધની અસર દેખાવા લાગી છે. હાવડામાં કર્મચારીઓ રસ્તા પર ઉતરી ગયા અને તેને બંધ કરી દીધો. યુનિયનનું કહેવું છે કે આ બંધ સરકારની કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને અસર કરતી નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના હાવડામાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી. ક્યાંક ડાબેરી સંગઠનો પણ બજારો અને અન્ય સેવાઓ બંધ કરતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ બંધની અસર ખાસ કરીને આ વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ડાબેરીઓની મજબૂત પકડ છે. હરિયાણામાં હડતાળના કારણે 3000 બસોની ગતિ ઠપ્પ થઈ ગઈ હતી. હરિયાણામાં રોડવેઝ કર્મચારીઓ અનેક માંગણીઓ માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. જૂના પેન્શનની પુન:સ્થાપના, કાચા કર્મચારીઓને કાયમી કરવા અને ખાનગીકરણ સામે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

હરિયાણામાં કર્મચારીઓએ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ બંધ બે ધ્વિસ સુધી ચાલુ રહેશે. જીદમાં બંધના કારણે દિલ્હો-આગ્રા અને અન્ય લાંબા રૂટની સેવાઓ ખોરવાઈ ગઈ છે. જોકે, પોલીસે દાવો કર્યો છે કે બસો દોડાવવામાં આવી રહી છે.

- Advertisement -

જાદવપુરમાં બંધ દરમિયાન ડાબેરી કાયંકરોએ પ્રદશંન કયું તે જ સમયે, ભારત બંધની વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે રવિવારે જ મહારાષ્ટ્ર આવશ્યક સેવાઓ જાળવણી કાયદો લાગુ કર્યા છે. જેથી સરકારી કર્મચારીઓ ભારત બંધમાં જોડાઈ ન શકે. ઉર્જા મંત્રી નીતિન રાઉતે મહારાષ્ટ્રમાં મેસ્સા લાગુ કરવાની પુષ્ટિ કરી છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર,હાલમાં મહારાષ્ટમાં વીજળીનો વપરાશ વધી ગયો છે અને રાજ્યમાં કોલસાની પણ અછત છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી સ્થિતિમાં જો વીજ કર્મચારીઓ હડતાળ પર ઉજ તો ખેડૂતો, ઉધોગો અને સામાન્ય લોકોને અસુવિધા થશે. તેથી જ મેસ્મા લાગુ કરવામાં આવ્યો છે.

દેશના બેંક કર્મચારીઓ આજથી ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ પર ઊતર્યા છે. બેંકોના કર્મચારીઓ ટ્રેડ યુનિયનના આગેવાની હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે જેમાં રાજ્યના 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાના 40 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જેના કારણે બેંકિંગ વ્યવહારો પર તેની સીધી અસર પડતાં જ કરોડોના નાણાકીય વ્યવહાર ખોરવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે શનિ- રવિની રજા બાદ તરત જ બે દિવસીય હડતાળના કારણે એટીએમમાં નાણાં પણ ખાલી થવા લાગ્યા છે.

- Advertisement -

આ સંદર્ભે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો.ના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યુ હતું કે, જાહેર ક્ષેત્રોની બેંકોને મજબૂત બનાવાની સાથે બેંકોનું ખાનગીકરણ બંધ કરવું, ન્યુ પેન્શન સ્કીમ સમાપ્ત કરવી, ડીએ લિન્ક્ડ પેન્શન સ્કીમને પુન: સ્થાપિત કરવી, આઉટસોર્સિંગ બંધ કરવું, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને બિઝનેસ કોરસપોન્ડટસને કાયમી કરવા, મુદત બાકી ધિરાણોની વસૂલાત કરવી, બેંકના થાપણો પર વ્યાજ દર વધારવાની સાથે ગ્રાહકો પર લગાવવામાં આવતાં ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવાની માગ કરવામાં આવી છે.

તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની માગ સાથે નવી ભરતી શરૂ કરવામાં આવે આ તમામ માગ સાથે રાજ્યના 40 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાતાં 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ પર તેની સીધી અસર જોવા મળશે. જેના કારણે રાજ્યના આશરે 25 હજાર કરોડના વ્યવહારો ખોરવાઈ જશે. હડતાળને કારણે બેંકિંગ વ્યવહારો ખોરવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular