બ્રહ્માકુમારીજ જામનગર દ્વારા દાદી જાનકીજી ના સ્મૃતિ દિવસ નિમિત્તે આજરોજ તળાવની પાળે મહિલા શક્તિ શ્રુંખલા (માનવ સાંકળ) કાર્યક્રમનું સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી શક્તિ સાંકળ બનાવી હતી.
આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.