Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઅચાનકથી દીવાલ ધરાશાઈ થતા 2 લોકોના મોત, જુઓ દુર્ઘટનાના CCTV

અચાનકથી દીવાલ ધરાશાઈ થતા 2 લોકોના મોત, જુઓ દુર્ઘટનાના CCTV

40 જેટલા વાહનોમાં નુકશાન

- Advertisement -

સુરતના કતારગામમાં કારખાનાની મરામત વખતે અચાનકથી દીવાલ અને સ્લેબ ધરાશાઈ થઈને પાર્કિંગ સાઇડ પડતા 2 લોકોના મોત નીપજ્યા છે. પાર્કિંગની સાઈડમાં કાટમાળ પડતા પાર્ક કરેલી 2 કાર સહીત 30 જેટલા વાહનોમાં નુકશાન થયું છે. તેમજ ત્યાં ઉભેલા ચાર જેટલા લોકો પર દીવાલ ધરાશાઈ થતા 2 લોકોનું દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

સુરતના કતારગામમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની મરામત વખતે બ્રેકર મશીનથી આરસીસી સ્ટ્રક્ચર  તોડતી વખતે દીવાલ ધરાશાઈ થતા આ દુર્ઘટના સર્જાઈ છે. બિલ્ડિંગના માલિક ભાનુ ધાનાણીને પાલિકા દ્વારા અગાઉ બે વખત નોટિસ અપાઇ હતી.  છતાં પણ તેઓની બેદરકારી બદલ પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં  રોહિત રાજુ રાઠોડ નામના 21 વર્ષીય યુવક અને સમીર મતીઉલ્લાહ શેખ નામના 28 વર્ષીય યુવકનું મોત નીપજતા પરિવારજનોએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular