જામનગર બાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સ્વ. મણીલાલ લીલાધર અનડકટ સ્મૃતિમાં એપીએલ ટેનિસ ટૂર્નામેન્ટનો આજથી ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં પ્રથમ દિવસે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો.
આજથી જામનગર બાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સ્વ. મણીલાલ લીલાલધર અનડકટ સ્મૃતિમાં એપીએલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટનો ધન્વન્તરિ મેદાનમાં પ્રારંભ થયો હતો. જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ટોસ ઉછાળી મેચની શરૂઆત કરાવી હતી અને ધારાસભ્યએ પણ ક્રિકેટ મેચમાં બેટીંગ કરવાનો લ્હાવો લીધો હતો તેમજ સામે ભાજપા અગ્રણી જીતુભાઈ લાલએ બેટીંગ અને બોલીંગ પણ કરી હતી. ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત રહેલા સાંસદ પૂનમબેન સહિતના આગેવાનો અને બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા તથા શહેર જિલ્લા ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હિંડોચા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક દ્વારા દિપપ્રાગટય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિતેષ લાલ, એડવોકેટ મનોજ અનડકટ, પ્રવિણસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં વકીલો, રાજકીય અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા
સ્વ. મણિલાલ લીલાધર અનડકટ ગુજરાત બાર કાઉન્સીલમાં છ ટર્મ મેમ્બર તરીકે રહેલ અને હાલ તેમના પુત્ર મનોજ મણીલાલ અનડકટ છેલ્લી ત્રણ ટર્મથી ગુજરાત બાર કાઉન્સીલમાં ચૂંટાઇ આવે છે. હાલ મનોજભાઈ અનડકટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એકઝીકયુટીવ ચેરમેન તરીકે બીજી વખત ચૂંટાઈ આવેલ છે. સ્વ. મણિલાલ અનડકટનું નામ સૌરાષ્ટ્રના વકીલોમાં આદરતાથી લેવાય છે તેવું કહીએ તો અતિશયોકિત નથી કે તે વકીલોના ભિષ્મપિતા કહેવાતા હતાં. જામનગર બાર એસોસિએશન દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા જામનગરના બારના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ અશોકભાઈ જોશી, સેક્રેટરી મનોજભાઈ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી વનરાજસિંહ ચુડાસમા, ટે્રઝર નારણભાઈ ગઢવી, લાઈબ્રેરી સેક્રેટરી જયદેવસિંહ જાડેજા તેમજ રાજેશ મણિલાલ અનડકટ તથા હેત મનોજભાઈ અનડકટ અને જીત મનોજભાઈ અનડકટ અને જામનગર બાર એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે પરેશ ગણાત્રા, મૃગેન ઠાકર, કે.કે. વિશરિયા, ચાંદનીબેન પોપટ, રઘુવીરસિંહ કંચવા, મિતુલ હરવરા, દિપક ગચ્છર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.