Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કંપનીના કર્મચારી અને વે-બ્રીજ કર્મી દ્વારા છેતરપિંડી

જામનગરમાં કંપનીના કર્મચારી અને વે-બ્રીજ કર્મી દ્વારા છેતરપિંડી

ટેન્કરચાલક સાથે મળી રૂા.6.81 લાખના કોસ્ટીક સોડા વેંચી નાખ્યા : 9 ટ્રીપમાં 37.8 ટન કોસ્ટીક સોડા કાઢી લીધો !

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી કંપનીમાં ટેન્કરના ચાલક અને વે-બ્રિજના શખ્સે કંપનીના કોઇ કર્મચારી સાથે મળીને છ માસ દરમિયાન રૂા.6.81 લાખની કિંમતના કોસ્ટીક સોડાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીમાંથી કોસ્ટીક સોડા ભરીને જતાં જીજે-10-ટીએકસ-8577 નંબરના ટેન્કરના ચાલક અમિતકુમારસીંઘ ઉર્ફે બન્ટી તથા આશુતોષ ભુજબલ વાળા વે-બ્રિજવાળા શખ્સે એકસંપ કરી કંપનીના કોઇ કર્મચારી સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરુ રચી છેલ્લાં છ માસ દરમિયાન ટેન્કર દ્વારા કરવામાં આવેલી નવ ટ્રીપમાં મોકલાવેલા 80.5 ટન કોસ્ટીક સોડામાંથી રૂા.6 લાખ 81 હજારની કિંમતનો 37.8 ટન કોસ્ટીક સોડા કાઢી લીધો હતો અને વે-બ્રિજના શખ્સે આ વજન પૂરેપૂરું બતાવ્યું હતું. આમ આ બન્ને શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની કંપનીના કર્મચારી મનોજ રામસ્વરૂપ ગુપ્તા દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વાય.બી.રાણા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular