ગુજરાતભરમાં રખડતા ઢોરના ત્રાસના લીધે લોકો પરેશાન છે. રાજ્યમાં રોજે રખડતા ઢોરના ત્રાસની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ભાવનગરના કાળુભા રોડ પર રસ્તા વચ્ચે આખલાઓના યુદ્ધનો વિડીઓ સામે આવ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ પર ઢોર વચ્ચે યુદ્ધ થતા ત્યાંથી પસાર થઇ રહેલા લોકો અને વહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ વાહન ચાલકો પોતાના વાહનો લઈ દૂર થી પરત ફરતા વિડિઓમાં જોવા મળ્યા હતા.
#Bhavnagar #video #viral #Khabargujarat
ભાવનગરના કાળુભા રોડ પર રસ્તા વચ્ચે આખલાઓના યુદ્ધનો વિડીઓ વાયરલવાહનચાલકોમાં ભયનો માહોલ
તંત્રની કામગીરી સામે લોકોનો આક્ષેપ pic.twitter.com/AvYo278jsK
— Khabar Gujarat (@khabargujarat) March 26, 2022
ભાવનગર સહીત રાજ્યભરમાં અવારનવાર આવા બનાવો બનતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મહાનગર પાલિકાઓ દ્વારા નવી પોલિસી અને ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવો લોકોનો આક્ષેપ છે. લોકો વધતા જતા ઢોરના ત્રાસથી ત્રસ્ત બન્યા છે.