Wednesday, December 25, 2024
Homeરાજ્યઉપલેટાની મહિલાનું બે પ્રેમીઓએ મળીને કાસળ કાઢયું

ઉપલેટાની મહિલાનું બે પ્રેમીઓએ મળીને કાસળ કાઢયું

કાલાવડના ફગાસ નજીકથી મૃતદેહ સાંપડયો : ગળે દબાવી હત્યા નિપજાવ્યાનું ખુલ્યું : ઉપલેટાના જ બન્ને પ્રેમીઓની શોધખોળ : મૃતકની પુત્રી દ્વારા ફરિયાદ નોંધાવાઇ

- Advertisement -

કાલાવડ તાલુકાના ફગાસ ગામથી માછરડા ગામ તરફ જવાના માર્ગ પર ત્રણ કિ.મી. દૂરથી કોહવાઈ ગયેલો અજાણી મહિલાનો મૃતદેહ સાંપડતા પોલીસે તપાસ હાથ ધરતા મહિલાની બે પ્રેમીઓએ હત્યા નિપજાવ્યાની મૃતકની પુત્રી દ્વારા જણાવતા બન્ને શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ફગાસ ગામથી માછરડા ગામ તરફ જવાના માર્ગ પર ત્રણ કિ.મી. દૂર માઈલસ્ટોનના પથ્થરથી આશરે 300 ફૂટ દૂર કોઇ 30 થી 35 વર્ષની અજાણી મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ પડયો હોવાની રીક્ષાચાલક સતુભા ટેમુભા જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચીને કોહવાઇ ગયેલી ઓળખ ન થાય તેવી લાશ મળી આવી હતી. મૃતકે રાણી ગુલાબી કલરની રામા કલરના ફુલની ડીઝાઈનવાળી તથા સફેદ એમ્બ્રોડરી વર્ક વાળી કુર્તી તથા રામા કલરની ડીઝાઈન વગરની સલવાર અને ગળાના ભાગે રામા કલરનો ડીઝાઈન વગરનો દુપટ્ટો પહેર્યો હતો તેમજ ગળાના ભાગે કાળા કલરની મોતીવાળી માળા અને લાલ કલરના કાપડનો ધાગો અને જમણા હાથની કલાઈમાં કાળો દોરો તથા ડાબા હાથમાં આછા ગુલાબી કલરની પ્લાસ્ટિક/ફાઈબર ધાતુનો પાટલો પહેરેલો હતો.

મૃતદેહનો કબ્જો સંભાળી પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતદેહ સબીનાબેનનો હોવાની તેની પુત્રી તસ્લીમબેને કરી હતી તેમજ મૃતક સબીનાબેન (ઉ.વ.40) નામની મહિલા રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામમાં રહેતી હોવાનું અને તેણીને ઉપલેટાના જ ભીખા મગન કોળી સાથે 10 વર્ષથી અને કાળુ પ્રેમજી કોળી સાથે 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ આ પ્રેમ સંબંધ મહિલાને રાખવો ન હતો. જેથી બન્ને પ્રેમીઓ તેની પ્રેમીકા સબીનાબેનને અવાર-નવાર પ્રેમસંબંધ માટે હેરાન કરી પ્રેમસંબંધ રાખવા માટે મજબુર કરતાં હતાં પરંતુ મહિલા પ્રેમીઓની વાત ધ્યાને લેતી ન હતી. જેથી ભીખા મગન કોળી (રહે. ઉપલેટા જી. રાજકોટ) અને કાળુ પ્રેમજી કોળી (રહે. તલંગાણા તા.ઉપલેટા જી. રાજકોટ) નામના બન્ને શખ્સોએ આ પ્રેમ સંબંધને કારણે સબીનાબેનને ગળેટુંપો આપી હત્યા નિપજાવ્યાની મૃતકની પુત્રી તસ્લીમબેને ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

મૃતકની ગોંડલ તાલુકાના મોટા દડવામાં રહેતી તસ્લીમબેન સોહીલ સંધી નામની પુત્રીની ફરિયાદના આધારે પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular