છેલ્લા ઘણા સમયથી દરેક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે તો દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. 1 અપ્રિલથી 800 જેટલી દવાની કિંમતોમાં વધારો થવા જઇ રહ્યો છે. પરિણામે લોકોએ હવે સારવાર કરાવી પણ મોંઘી બનશે. એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓની કિંમતમાં 10 ટકા સુધીનો વધારો થવા જઇ રહ્યો છે. જેમાં તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગો અને એનિમિયાની સારવારમાં જે દવાઓ વાપરવામાં આવે છે તેનો સમાવેશ થાય છે.
આવતા મહીનેથી પેરાસિટેમોલ સહીત મેટ્રોનીડાઝોલ, ફેનીટોઈન સોડિયમ, એન્ટીબાયોટીક્સ જેવી જરૂરી દવાઓ માટે પણ વધુ પૈસા ચુકવવા પડશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારાને કારણે ભાવવધારો થઇ રહ્યો હોવાનું શનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી દ્વરા જણાવવામાં આવ્યું છે. જેના પરિણામે 1 એપ્રિલ 2022થી દવાઓના ભાવમાં વધારો થશે.
કેન્દ્ર સરકારે લોકોને પરવડે અને જીવન જરૂરી એવી ૮૦૦ દવાઓની યાદી તૈયાર કરેલી છે. જેમાં પેરાસિટામોલ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર સહિતની દવાઓનો સમાવેશ કરવામાં આવે છે. અ દવાઓના ભાવમાં 10.76 ટકાનો જંગી વધારો થવા જઇ રહ્યો છે. કોરોના મહામારી બાદ ફાર્મા ઇન્ડસ્ટ્રી સતત દવાઓના ભાવ વધારવાની માંગ કરી હતી. અને હવે દવાના ભાવવધારાને મંજુરી આપવામાં આવી છે.