ગુજરાત ટાઇટન્સનું એન્થમ સોન્ગ આજે રીલીઝ થયું છે. કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના મોટાભાગના ખેલાડીઓ આ ગીતમાં છે, આ ગીત ગુજરાતમાં જ શૂટ કરવામાં આવ્યું છે. તે ખેલાડીઓ સાથે શૂટ કરવામાં આવ્યું હતું જ્યારે ખેલાડીઓ ગુજરાતમાં તેમના ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ કરી રહ્યા હતા. IPLમાં પહેલીવાર રમવા જઈ રહેલી ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. અહીંથી ટીમે તેની જર્સી પણ લોન્ચ કરી હતી. એન્થમ સોન્ગની શરૂઆત ‘જય જય ગરવી ગુજરાત’ના નારાથી થાય છે. અને ત્યાર બાદ ‘આવવા દે’ થીમ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યના વિવિધ સ્થળોએ શૂટ કરવામાં આવ્યું છે.
C’mon, c’mon everybody say – Aava De, Aava De! ??
Anthem ? pe chalna chahiye, #TitansFAM!#SeasonOfFirsts #આવાદે #TATAIPL #AavaDe pic.twitter.com/sEcpZbx2Qf
— Gujarat Titans (@gujarat_titans) March 25, 2022
ગુજરાતના ગાયક આદિત્ય ગઢવીએ ગાયેલું આ ગીત સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે. ‘આવા દે’ સોન્ગમાં હાર્દિક પંડ્યા ટીમને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતો જોવા મળે છે. આ સાથે જ પ્રેક્ટિસ સેશન દરમિયાનના પંડ્યા અને ગુજરાતની ટીમની વિડીઓ કલીપ પણ અહીંથી શેયર કરવામાં આવી છે. પહેલીવાર ગુજરાત ટાઈટન્સની ટીમ IPLમાં રમવા જઈ રહી છે. આ વખતે 8ને બદલે 10 ટીમો રમવા જઈ રહી છે. ગુજરાત અને લખનૌની બે નવી ટીમોને આ વખતે લીગનો ભાગ બનાવવામાં આવી છે.