Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરવિશ્વાસઘાત કરી મોટરકાર બારોબાર વેંચાણ કરી નાખવાના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર

વિશ્વાસઘાત કરી મોટરકાર બારોબાર વેંચાણ કરી નાખવાના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર

- Advertisement -

જામનગર ખાતે વસવાટ કરતા ફરિયાદી રાજુભાઈ ભોજાભાઈ કાંબરીયા દ્વારા જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ કે આરોપી સુનીલ ઈન્દ્રવદનભાઈ બારોટને ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ હોય, અને ફરિયાદી જમીન મકાન અને ગાડી લે-વેચનો ધંધો કરતા હોય, તેમની પાસે આરોપીએ સ્વીફટ વીડીઆઈ કાર નં.જીજે-03-એફકે-2282 નંબરની કાર પોરબંદરથી લાવી અને ફરિયાદીને વેચાણ કરવા માટે આવેલ અને આ મોટરકારની કિંમત રૂા.2,05,000 નકકી કરવામાં આવી હતી અને ફરિયાદીએ આરોપીને આ મોટરકાર પૈકી રકમ રૂા.1,65,000 રોકડા અને રૂા.40,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. આ મોટરકારનો કબ્જો આરોપી ફરિયાદીને આપી દીધો હતો અને ફરિયાદીએ આ મોટરકાર સમર્પણ પાસે આવેલ વાડામાં વેંચાણ કરવા માટે મુકી હતી. આ મોટરકાર થોડો સમય સુધી વેચાણ થઈ શકેલ નહીં. જેથી આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરી અને આ મોટરકાર વેચાણ કરી આપવાની બાહેંધરી આપી અને આ મોટરકાર ફરિયાદી પાસેથી વિશ્ર્વાસ અપાવી અને લઇ ગયેલ, અને આ મોટરકાર બારોબાર આ સુનિલ બારોટે વેચાણ કરી નાખેલ જેની જાણ થતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને તેમાં સમાધાન કરી અને આરોપીએ ફરિયાદીને મોટરકારના બદલામાં રૂા.2,05,000 ચૂકવી આપવા માટે સમાધાનનું લખાણ કરાવી આપ્યું હતું અને તે પણ સમય મર્યાદામાં ન ચૂકવી આપતા ફરિયાદી દ્વારા આરોપીએ વિશ્ર્વાસઘાત સબબની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થતાં આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. અદાલતે તમામ રજૂઆતો અને હકીકતો ધ્યાને લઇ અને આરોપી સુનિલ ઈનદ્રવદન બારોટેને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, પે્રેમલભાઈ રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત નાખવા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular