જામનગરને રાષ્ટ્રીયસ્તરે વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે. જામનગર સ્થિત નૌસેનાના તાલીમી મથક વાલસુરાને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટસ કલર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે એક દબદબા ભર્યા સમારોહમાં આ એવોર્ડ નૌસેનાના અધિકારીઓને સુપ્રત કર્યો હતો. બિજા વિશ્ર્વ યુધ્ધ બાદ સ્થપાયેલ નૌસેનાના આ તાલિમી કેન્દ્રને અનેક રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થઇ ચુકયા છે. આ અગાઉ એવોર્ડ ગિવિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે આવી પહોંચેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વાલસુરામાં ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે યોજાયેલી નૌસેના જવાનોની પરેડનું તેમણે નિરિક્ષણ કર્યું હતું.
ત્યારબાદ રાષ્ટ્રપતિએ ઉપસ્થિત જવાનો, અધિકારીઓ અને મહાનુભવોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ નૌ સેનાના આ તાલિમી મથકની એક ગૌરવશાળી અને મહત્વનું કેન્દ્ર ગણાવ્યું હતું.