Wednesday, January 1, 2025
Homeરાજ્યગુજરાતમોંઘવારીનો વધુ એક માર : ખાદ્યતેલના ભાવમાં રૂ.25નો વધારો

મોંઘવારીનો વધુ એક માર : ખાદ્યતેલના ભાવમાં રૂ.25નો વધારો

- Advertisement -

ગુજરાતની પ્રજા મોંઘવારીના મારનો સામનો કરી રહી છે તેવામાં ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી ગેસના ભાવમાં વધારો, દૂધ, શાકભાજીના ભાવમાં પહેલાથી જ વધારો થયો છે ત્યારે આજે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

સિંગતેલમાં રૂ.25નો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2550 થી 2600સુધી પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.25નો વધારો થતા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500 થી 2550 થયો છે. છેલ્લા 6મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થયો છે. તો ગત સપ્તાહે સિંગતેલ અને ખાદ્યતેલના ભાવ સરખા થયા હતા. આજે ભાવ વધારો થતા બન્ને તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ફર્ક જોવા મળ્યો છે.

એક તરફ, પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવમાં અધધ વધારો થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ હવે જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોચતા લોકોનું બજેટ ખોરવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular