Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરજામસાહેબ શત્રુશલ્યસિંહજી હવે ઈન્સ્ટાગ્રામ પર, જાહેર કર્યો પહેલો વિડીઓ

જામસાહેબ શત્રુશલ્યસિંહજી હવે ઈન્સ્ટાગ્રામ પર, જાહેર કર્યો પહેલો વિડીઓ

- Advertisement -

જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી પ્રથમ વખત સોશિયલ મીડિયામાં એક્ટીવ થયા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું ઓફીશીયલ આઈડી બનાવવામાં આવ્યું છે જેનું નામ છે  ધ હાલારી જામસાહેબ. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેઓએ એક વિડીઓ પણ જાહેર કર્યો છે. જે ટોપિક પહેલાથી જ ચર્ચામાં છે. જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અને પોલેન્ડે ભારતના વિદ્યાર્થીઓને સાચવ્યા તે બદલ અગાઉ જામસાહેબે પોલેન્ડનો અભાર પણ વ્યક્ત કર્યો હતો. કારણકે જે તે સમયે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 1000 જેટલા બાળકોને બાલાચડીમાં આશરો આપ્યો હતો.

- Advertisement -

જામસાહેબ શત્રુશલ્યસિંહજી પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરેલા વિડીઓમાં આ વિશે બોલે છે. જર્મની અને સોવિયેત રશિયાએ સાથે મળીને 1939માં પોલેન્ડ પર હુમલો કર્યો હતો. ત્યારે પોલેન્ડના હજારો બાળકો અનાથ બન્યાં. આ બાળકોને વિવિધ કેમ્પમાં રાખાયાં હતાં. બે વર્ષ સુધી એટલે કે 1941 સુધી કેમ્પ ચાલ્યા પરંતુ બાદમાં કેમ્પ બંધ કરવાનું એલાન કરાયું હતું અને વા બાળકો માટે ક્યાંય આશરો ન હોતો. આ મુદ્દે  બ્રિટનમાં વૉર કેબિનેટની બેઠક મળી હતી. જેમાં જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજા હાજર હતા. તે સમયે તેઓ બાળકોને પોતે શરણ આપશે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ સ્વીકારાયા બાદ બાળકોને જામનગર પહોંચાડવા કવાયત શરૂ કરાઇ હતી. જેમાં વર્ષ 1942ની શરૂઆતમાં 1000 બાળકો જામનગરના શરણે આવ્યા હતા. આ બાળકોને જામનગરથી આશરે 25 કિમી દૂર બાલાચડી ખાતે આશરો આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular