હાલારના સાંસદ પુનમબેન માડમ ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજીત ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયન(આઇપીયુ)ની 144મી કોન્ફરન્સમાં ભારતના પાર્લીયામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સ દરમ્યાન સાંસદ પુનમબેન માડમે ભષ્ટ્રાચાર સામે કાર્યવાહી માટે આંતરરાષ્ટ્રીય સહકાર આપવા અને ચોરાયેલી સંપતીઓ પુન: પ્રાપ્ત કરવાના વિષય ઉપર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં પ્રમાણિકતા સાથે પારદર્શક શાસન માટે હાથ ધરવામાં આવેલાં પગલાંઓની રજુઆત કરી હતી. તા.20થી શરૂ થયેલી આ કોન્ફરન્સ તા.24 સુધી યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના દેશોના પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયનની સ્થાપના 132 વર્ષ પહેલાં વર્ષ 1889માં થઇ હતી.