Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરાજ્યકક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં ત્રીજુ સ્થાન હાંસલ કરતી જૈમિની

રાજ્યકક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં ત્રીજુ સ્થાન હાંસલ કરતી જૈમિની

અત્યાર સુધીમાં 18 જેટલા મેડલ મેળવ્યા

- Advertisement -

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી અને નાનપણથી જ સાયકલનો શોખ ધરાવતી જૈમિનીએ અત્યાર સુધીમાં સાયકલીંગ સ્પર્ધાઓમાં 18 જેટલા મેડલ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેણીએ એમએના અભ્યાસની સાથે સાયકલીંગ અવિરત જારી રાખ્યું છે અને તેમને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સાયકલીંગ કરવાની તમન્ના હોવાનું એક મુલાકાતમાં જણાવ્યું હતું.

- Advertisement -

જામનગરના ગોકુલનગરમાં રહેતી સગર જ્ઞાતિની જૈમિની કરશનભાઇ કદાવલા નામની યુવતિ હાલમાં ડીકેવી કોલેજમાં એમએનો અભ્યાસ કરી રહી છે અને જૈમિનીએ તેમના પિતા સાથે આપેલી મુલાકાતમાં તેમની હૃદયસ્પર્શી બાબતો વર્ણવી હતી. જૈમિનીને નાનપણથી જ સાયકલ ચલાવવાનો અનેરો શોખ હતો. જેમ-જેમ મોટી થતી ગઇ તેમ-તેમ સાયકલીંગમાં દૂર દૂર સુધી પરિવહન કરવાનો અનેરી સાહસીકતા દર્શાવી હતી.

જૈમિનીએ સાયકલ પર જામનગરથી વાલસુરા, જામનગરથી બેડી તેમજ જામનગરથી પડાણા સુધીનું સાયકલીંગ કરવાની સાથે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઇ અવ્વલ સ્થાન હાંસલ કર્યું હતું. સાયકલીંગનો અનેરો શોખ હોવાની સાથે તેણી અભ્યાસમાં પણ ખૂબ જ ધ્યાન આપતી હોય અને હાલમાં તે ડીકેવી કોલેજમાં એમએનો અભ્યા સ કરી રહી છે. સાથોસાથ તેમણે રાજસ્થાન સ્પર્ધામાં 200 કિ.મી.નું સાયકલીંગ કરીને મેડલ મેળવ્યો હતો.

- Advertisement -

દરમિયાન તાજેતરમાં જ રાજ્યકક્ષાની યોજાયેલી સાયકલીંગ સ્પર્ધામાં પણ જૈમિીનીએ ભાગ લઇ આ સ્પર્ધામાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યું હતું. આ ઉપરાંત તેમણે નેશનલ કક્ષાની સ્પર્ધાઓનું યુનિ.માંથી ભાગ લઇ અનેક મેડલો હાંસલ કર્યા છે. તેમજ જેસીસી દ્વારા યોજવામાં આવેલી 100 કિ.મી.ની સાયકલીંગ સ્પર્ધામાં પણ અવ્વલ સ્થાન હાંસલ કરી અનેરી સિધ્ધી મેળવી છે.

જૈમિનીએ સાયકલીંગ અને અભ્યાસની સાથોસાથ તાજેતરમાં જ પીએસઆઇની પરીક્ષા આપી છે. તેમજ તેમને ભવિષ્યમાં નેશનલ અને ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સાયકલીંગ કરવાની તમન્ના હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ વિશ્ર્વકક્ષાએ સાયકલીંગમાં અનેરું સ્થાન મેળવી દેશનું ગૌરવ વધારવાની પણ તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular