નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ધન્વન્તરિ મંદિર ખાતે ધો.1 થી 5 ના બાળકો માટે ચકલીઓના ચિત્ર, કવિતાઓ અને માળાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિજેતાઓને તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડતા શિક્ષકોને સન્માનિત કરાયા હતાં.
એક સમયે સવારમાં જ ચકલીના અવાજથી વાતાવરણ કિલકિલાટથી ગુંજી ઉઠતું હતું. જોકે એ જ ચકલીની પ્રજાતિ હવે ધીમે ધીમે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે ત્યારે, વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનું અભિયાન જામનગર વન વિભાગના (નોર્મલ) સહયોગથી નવાનગર નેચર કલબ દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ સંસ્થા દ્વારા દર વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચવો અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ધો.1 થી 5ના બાળકો માટે ચકલીઓના ચિત્રો,કવિતાઓ તથા માળાઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તદુપરાંત, નગરના આર્ટિસ્ટો દ્વારા ધન્વંતરિ મંદિર ખાતે ચકલીઓના લાઈવ ચિત્રો દોરવામાં આવ્યા હતા.
જેમાં કવિતા સ્પર્ધામાં-પ્રથમ રચિત સીતાપરા (ભવન્સ એ.કે દોશી વિદ્યાલય), દ્વિતીય જ્હાનવીબા જાડેજા (ભવન્સ એ.કે દોશી વિધાલય), તૃતીય શુભ કાલાવડીયા (પી.વી.મોદી સ્કૂલ), ચિત્ર સ્પર્ધા (ઓપન કેટેગરી), પ્રથમ – પ્રતીક્ષા જોશી, દ્વિતીય – આનંદ શાહ, તૃતીય – હરદીપ સરવૈયા તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની કેટેગરીમાં પ્રથમ – પ્રગતિ ટાંક (સત્ય સાઈ વિધાલય), દ્વિતીય – પ્રિયાંશ પાટલીયા (ભવન્સ એ.કે દોશી વિધાલય), તૃતીય – ખુશી ભાલાળા (સેન્ટ ફ્રાન્સિસ) તથા ચકલીના માળા સ્પર્ધાના વિજેતાઓ પ્રથમ – હેઝલ પરીખ (પ્રાઇમ સ્કૂલ) દ્વિતીય – પ્રનીલ સિદ્ધપુરા (સત્યસાઈ વિદ્યાલય) તૃતીય – પિનાક કણઝારીયા વિજેતા થયા હતા.
શિક્ષણ ઉપરાંત અન્ય પ્રવૃતિઓ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા મિત્તલ મહેતા (સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ), અલ્પા કામદાર(ભવન્સ એ.કે દોશી વિદ્યાલય), ધવલ પટ્ટા (એલ.જી.હરિયા સ્કૂલ), રાજ શાહ(એલ.જી.હરિયા સ્કૂલ), ઉર્મિલાબેન ગોસાઈ(સીસુવિહાર હિન્દી સ્કૂલ), ભાવિષા બરબસિયા (જી.એસ.મહેતા સ્કૂલ), આમીરખાન પઠાણ(એલ.જી.હરિયા સ્કૂલ), પ્રતીક્ષા જોશી(પી.વી મોદી સ્કૂલ), અપેક્ષા જોશી (સનસાઈન સ્કૂલ) સ્કૂલના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, હર્ષાબા પી.જાડેજા (ચેરમેન રમત ગમત સંસ્કૃતિ જા.મ.પા), ગોવિંદભાઇ મોરઝરીયા (જાણીતા બિલ્ડર), જયેશભાઇ (દીપ એન્ટરપ્રાઇઝ) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, દિનેશભાઇ રબારી, ઉમેશભાઈ થાનકી, મિતેશ બુદ્ધભટ્ટી, ધર્મેશ અજાએ જાહેમત ઉઠાવી હતી. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકો તરીકે આશુતોષ ભેડા તથા મિત્તલ ગોરેચા તથા કવિતા સ્પર્ધાના નિર્ણાયક કિરીટભાઈ ગોસ્વામી તથા માળાની સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ઉમેશભાઈ થાનકી તથા જાણીતા સ્ટ્રચરલ એન્જિનિયર સુભાષભાઇ ગંઢાએ સેવા આપી હતી.તામમ વિજેતાઓ ને જાણીતા રાજકીય આગેવાન વિસાલભાઈ મોદી તથા જયેશભાઇ દીપ એન્ટરપ્રાઇઝ વાળા તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એલ.આઈ.સી વિકાસ અધિકારી ઉત્પલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.