Friday, December 13, 2024
Homeરાષ્ટ્રીયનેશનલ હાઇ-વે પર 60 કિલોમીટર પછી જ ટોલટેકસ

નેશનલ હાઇ-વે પર 60 કિલોમીટર પછી જ ટોલટેકસ

60 કિમી પહેલાના તમામ ટોલ બ્લોક દૂર કરવામાં આવશે : નીતિન ગડકરી

- Advertisement -

નેશનલ હાઈવે (પ1) પર 60 કિલોમીટર પહેલા કોઈ ટોલ ટેકસ વસૂલવામાં આવશે નહીં. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય માટે બજેટ ફાળવણી પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા મંત્રી નીતિન ગડકરીએ ખાતરી આપી હતી કે 60 કિમીથી ઓછા અંતરવાળા તમામ ટોક નાકા નાબૂદ કરવામાં આવશે. આ સાથે ગડકરીએ 2024 સુધીમાં દેશના રસ્તાઓને અમેરિકન સડકોની સમકક્ષ બનાવવાનો દાવો કરતા કહ્યું કે આગામી બે વર્ષમાં ઇલેકિટ્રક વાહનોની કિંમત ડીઝલ અને પેટ્રોલ વાહનોની સમકક્ષ હશે. સોમવારથી શરૂ થયેલી ચર્ચા દરમિયાન સત્તાહમધારી પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યોએ ગડકરીના કાર્યકાળ દરમિયાન રોડ અને હાઈવેના ક્ષેત્રમાં થયેલા કામોની પ્રશંસા કરી હતી અને સુધારા માટે અનેક સૂચનો આપ્યા હતા. 60 કિલોમીટર પછી જ તે જ સમયે, ગૃહમાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ માર્ગ નિર્માણને અગાઉની સરકારોના સતત પ્રયાસોનો ભાગ ગણાવતા સરકારી આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં ગડકરીએ કહ્યું કે કેવી રીતે યુપીએ સરકાર દરમિયાન રૂ. 3 લાખ 75 કરોડના રોડ પ્રોજેકટ અટવાયા હતા અને તેમના પ્રયાસોએ બેન્કોને રૂ. 3 લાખ કરોડની એનપીએ થતી બચાવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં ભારતે માર્ગ નિર્માણમાં ચાર વિશ્ર્વ રેકોર્ડ બનાવ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં પરિવહનનું મુખ્ય માધ્યમ રસ્તાઓ ચાલુ છે અને 90 ટકા મુસાફરો અને 70 ટકા માલનું પરિવહન માર્ગ દ્વારા થાય છે. તેનાથી દેશના વિકાસમાં રસ્તાઓનું મહત્વ સમજી શકાય છે. તેમણે કહ્યું કે એકલા દિલ્હીમાં જ પ્રદૂષણ અને જામની સમસ્યાનો સામનો કરવા માટે સરકાર 62 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ પર કામ કરી રહી છે. વિવિધ પ્રોજેકટ્સની વિગતવાર ગણતરી કરીને, તેમણે દેશના વિવિધ શહેરોને માર્ગ દ્વારા જોડવા અને તેમની વચ્ચેના ટ્રાફિકના સમયમાં ગુણાત્મક ઘટાડો લાવવા વિશે માહિતી આપી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular